વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વન-ડે સીરિઝનો આગામી 6 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે.જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યો છે.જ્યાં તમામ સ્ટાફ તથા ખેલાડીઓ આગામી 3 દિવસ સુધી હોટલમાં ક્વારેન્ટાઈન હેઠળ રહેશે.આ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોરોના ટેસ્ટ પણ હાથ ધરવામા આવશે.જેમાં હોટેલ દ્વારા ખેલાડી અને સ્ટાફ માટે એન્ટ્રી-રેસ્ટારાં-પ્લેઝોન એરિયા અને રિક્રિએશનલ એરીયા અન્ય ગેસ્ટથી અલગ તૈયાર કરવામાં આવ્યો છે.જેના માટે હોટલે નકશા સાથેનો સ્પેશિયલ રૂટ તૈયાર કર્યો છે.હોટલ હયાત રેજન્સીમાં ખેલાડીઓના સંપર્કમાં રહેનાર સ્ટાફ પણ વન-ડે સીરિઝ પૂર્ણ થવા સુધી બહાર જઈ શકશે નહી.જેમાં બંને ટીમ માટે વિશેષ બાયો-બબલ ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે.કોરાનાને કારણે ટીમ બાયોબબલમાં રહેવાના હોવાને કારણે ટીમ સાથે કોઈપણ સ્થાનિક ખેલાડીઓ નેટબોલર તરીકે જોડાશે નહી.બીજીતરફ વિન્ડીઝની ટીમના ખેલાડીઓ આવતીકાલ સુધીમાં અમદાવાદ આવી જશે.વન-ડે સીરિઝ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 3 જુદી-જુદી પિચ તૈયાર કરવામા આવશે. વન-ડે સીરિઝને કારણે જીસીએના અધિકારીઓ અને સ્ટાફનો પણ આગામી સપ્તાહમાં 3 વાર કોરોના ટેસ્ટ કરવામા આવશે. બંને ટીમો વચ્ચે અમદાવાદ ખાતે 6, 9 અને 11 ફેબ્રુઆરીએ વન-ડે મેચો રમાશે.અમદાવાદ પહોંચ્યા બાદ ત્રણ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved