Error: Server configuration issue
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આગામી 18 જૂનથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ મુકાબલો રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે.ત્યારે બીજીબાજુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક અલગ ટીમ બનાવીને શ્રીલંકાને પ્રવાસે મોકલવાનું છે.જેમાં ભારતીય ટીમ શ્રીલંકામાં આગામી 13 થી 25 જૂલાઈ વચ્ચે 3 વન-ડે અને 3 ટી-20 મેચની શ્રેણી રમશે. જેમાં ભારતીય પસંદગીકારોએ બન્ને શ્રેણી માટે ટીમમાં અનેક યુવા ખેલાડીઓને જગ્યા આપે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.જ્યારે શિખર ધવનને ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જવાબદારી સોંપાશે.આમ વન-ડે મુકાબલા 13,16 અને 18 જૂલાઈએ રમાશે,જ્યારે ટી-20 મેચ 21,23 અને 25 જૂલાઈએ રમાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved