લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ડેવિસ કપની ટીમમાં યુકી ભામ્બરીનો સમાવેશ કરવામાં આવ્યો

ડેનમાર્ક સામેની ડેવિસ કપ ટાઈ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુકી ભામ્બરીએ ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે,જ્યારે સુમિત નાગલને પડતો મૂકવામાં આવ્યો છે,જ્યારે રામકુમાર રામનાથન અને પ્રજ્નેશ ગુન્નાસ્વરને ભારતીય ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે.જેમાં ભારત – ડેનમાર્ક વચ્ચે તા.4 અને 5 માર્ચ,2022ના રોજ દિલ્હીમાં વિશ્વ ગ્રૂપ વન પ્લે ઓફ ટાઈ રમાશે.ભારતીય ટેનિસ ટીમમાં 222મો ક્રમાંક ધરાવતા નાગલને પડતો મૂકીને 863માં ક્રમાંકિત યુકી ભામ્બરીને સમાવવામાં આવ્યો છે.જ્યારે ટીમમાં સામેલ અન્ય સિંગલ્સ પ્લેયર્સ રામકુમારનો રેન્ક 182મો છે,જ્યારે ગુન્નાસ્વરનનો ક્રમ 228મો છે.ગ્રાસ કોર્ટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે.રામકુમાર અને ભામ્બરી ગ્રાસ કોર્ટના ખેલાડીઓ છે,જ્યારે ગુન્નાસ્વરન અને નાગલ ગ્રાસ કોર્ટના ખેલાડી નથી. ડબલ્સમાં રોહન બોપન્ના અને દ્વિજ સરનની જોડીની પસંદગી કરવામાં આવી છે.કોચ ઝીશાન અલી અને નોન પ્લેઈંગ કેપ્ટન રોહિત રાજપાલની ટીમમાં સાકેય માયનેની અને દિગ્વિજય પ્રતાપસિંઘને પણ રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.ભારતીય ટીમ 23મી ફેબુ્આરીએ દિલ્હીમાં રમાશે.