પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર કોરોના સંક્રમિત થઈ ગયા છે. જેની ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને માહિતી આપી છે.ત્યારે ગંભીરે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.જેમાં તેમણે લખ્યુ હતું કે હળવા લક્ષણો સામે આવ્યા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને હું કોરોના પોઝિટિવ આવ્યો. હું સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરું છું.ગૌતમ ગંભીર પહેલા ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને રક્ષામંત્રી કોરોના સંક્રમિત થયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.ત્યાર વર્તમાનમાં ગૌતમ ગંભીર આઇસોલેટ થયા છે.ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ છે. આ સિવાય તેઓ નવી આઇપીએલ ટીમ લખનઉ સુપરજાયન્ટ્સના મેન્ટર પણ છે. ગૌતમ ગંભીરે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગંભીરે ભારત માટે 54 ટેસ્ટ,147 વનડે અને 37 ટી20 મેચ રમી હતી. તે વર્ષ 2007 અને 2011 વિશ્વકપ જીતનાર ટીમનો ભાગ હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved