ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ ફરીવાર નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.જેમાં તેઓએ લિયોનલ મેસ્સીને પાછળ છોડી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમી રહેલા સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ નોંધાવનાર બીજા નંબરના ખેલાડી બન્યા છે.આમ એશિયન કપ ક્વોલિફાયર અને વિશ્વકપ ક્વોલિફાયરની મેચમાં ભારતે બાંગલાદેશ સામે 2-0 થી જીત મેળવી હતી.આ પહેલા કતાર સામેની ક્વોલિફાયર મેચમાં ભારતનો 1-0 થી પરાજય થયો હતો.આ ક્વૉલિફાયર મેચમાં સુનીલ છેત્રીએ 2 ગોલ નોંધાવ્યા હતા.આ સાથે તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 74 ગોલ કર્યા હતા.ત્યારે તેઓ લિયોનલ મેસ્સીથી માત્ર 2 ગોલ આગળ છે.વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય રમતોમાં 103 ગોલ કરીને ક્રિષ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ ક્રમે છે.જ્યારે સુનીલ છેત્રી હજુ પણ ફિટ છે અને લગભગ 2 વર્ષ સુધી ભારત તરફથી રમી શકે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved