લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર મોઝામ્બિકની મુલાકાતે પહોચ્યા

ભારતે આફ્રિકાના દેશો સાથે મિત્રતા વધારવાનું શરૂ કર્યું છે.ત્યારે તેના અંતર્ગત દેશના વિદેશમંત્રી એસ.જયશંકર વર્તમાનમાં મોઝામ્બિક દેશની મુલાકાતે છે.આ આફ્રિકન દેશની રાજધાની માપુટોમાં તેમણે મેડ ઈન ઈન્ડિયા ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમની સાથે મોઝામ્બિકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે એસ.જયશંકરે ક્હયુ હતુ કે ટ્રેન નેટવર્ક,વોટરવેઝ કનેક્ટિવિટીનો મોઝામ્બિકમાં વિસ્તાર કરવા માટે ભારતની ભાગીદારી અંગે અમારી વચ્ચે વાતચીત થઈ છે.આમ જયશંકર આગામી ત્રણ દિવસના મોઝામ્બિકના પ્રવાસે છે.જેમાં બંને દેશો વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે તેમણે મોઝામ્બિકની સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરી છે.આમ ભારત તરફથી મોઝામ્બિકની મુલાકાત લેનાર તેઓ પ્રથમ વિદેશમંત્રી છે.