લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય નૌકાદળમાં 11 પેટ્રોલિંગ જહાજો જોડાશે

દેશના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 11 પેટ્રોલ જહાજો અને 6 નેક્સ્ટ જનરેશન મિસાઈલ જહાજો ખરીદવા માટે ભારતીય શિપયાર્ડ્સ સાથે રૂ.19,600 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જેમા ગોવા શિપયાર્ડ લિમિટેડ અને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ સાથે રૂ.9,781 કરોડના ખર્ચે 11 નેક્સ્ટ જનરેશનના પેટ્રોલ જહાજો ખરીદવા માટે કરાર કર્યો છે.જેમા કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓને મોટાપાયે ખરીદીના ઓર્ડર મળ્યા છે.ત્યારે સંરક્ષણ મંત્રાલયે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 2 જ્યારે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે 1 કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જે ત્રણેય સોદા લગભગ રૂ.5,400 કરોડના છે.આ સિવાય જાહેર ક્ષેત્રના સંરક્ષણ સાધનોનુ ઉત્પાદન કરતી સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રૂ.6,828 કરોડના ખરીદ ઓર્ડર મળ્યા છે.