લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય નૌસેનામાં સામેલ MH-60 રોમિયો હેલિકોપ્ટર દુશ્મનોનો સામનો કરશે

એક દશકા સુધી રાહ જોયા બાદ ભારતીય નૌસેનાને આગામી જુલાઈ માસમાં અમેરિકાથી પ્રથમ ખેપમાં 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે.આ હેલિકોપ્ટર્સ બહુપરિમાણીય રડારો વડે સજ્જ છે અને રાતે દુશ્મનો પર હુમલો કરી શકશે.આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવી હેલફાયર મિસાઈલ,ટોરપીડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે તેવા હથિયાર લાગેલા છે.આમ રોમિયો હેલિકોપ્ટર્સ માલવાહક વિમાનો,યુદ્ધ જહાજો અને વિધ્વંસકોથી સંચાલિત થઈ શકશે.તેને દરિયામાં રાહત અને સંશોધન અભિયાન સિવાય શિકાર સબમરીનમાં પણ તૈનાત કરી શકાશે.આમ ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2020માં લોકહીડ માર્ટિન કંપની સાથે 16,000 કરોડ રૂપિયામાં 25 બહુપરિમાણીય હેલિકોપ્ટર્સ ખરીદવાનો કરાર થયો હતો.જેમાં ભારતીય પાયલોટસની પ્રથમ બેચ હેલિકોપ્ટર્સને ચલાવવા પ્રશિક્ષણ મેળવવા અમેરિકા પહોંચી ગઈ છે.આમ પ્રશિક્ષણ માટે અમેરિકા પહોંચેલા ભારતીયોને પહેલા ફ્લોરિડાના પેનસૈકોલા શહેરમાં પ્રશિક્ષણ આપવામાં આવશે.ત્યારબાદ કેલિફોર્નિયાના સૈન ડિયાગો ખાતે ટ્રેઈનિંગ આપવામાં આવશે.