લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુખોઈ ફાઈટર જેટમાં સફર કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આસામની મુલાકાતે છે.ત્યારે તેઓએ પોતાના પ્રવાસના છેલ્લા દિવસે સુખોઈ ફાઈટર જેટમાં સફર કરી હતી.આ ફ્લાઇટ આસામના તેજપુર એરબેઝથી ટેકઓફ કરી હતી.આ અગાઉ 2009માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટમાં સફર કરી ચૂક્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે.જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે અને પૃથ્વી માતાના હિતમાં પણ છે.આ અગાઉ તેમણે હાથીઓને ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો.