લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સેન્સેક્સ પ્રથમવાર ૫૨,૦૦૦ને પાર, બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં તેજી જોવા મ‌ળી

ઘરેલુ શેરબજાર રેકોર્ડ ઊંચાઇ સાથે ખુલ્યો હતો.આમ બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સે પ્રથમવાર ૫૨,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી.જ્યારે નિફ્ટી રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.આમ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ ૪૫૫.૩૮ પોઇન્ટના ઉછાળા સાથે ૫૧,૯૯૯.૬૮ પર કારોબાર કરી રહ્યો હતો.જ્યારે આ પહેલાં કારોબાર દરમિયાન ૫૨,૧૧૦.૭૪ સુધી ગયો હતો.આમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ ૧૨૦.૧૫ પોઇન્ટની તેજી સાથે ૧૫,૨૮૩.૪૫ પર કારોબાર કરી રહ્યો હતો.

આમ આજની શરૂઆતના કારોબારમાં લગભગ ૧૦૮૬ શેર વધ્યા,૩૭૬ શેર ગગડ્યાં જ્યારે ૭૫ શેરોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.આમ આ સિવાય ઇન્ડસઇંડ બેંક,એક્સિસ બેંક,એચડીએફસી,આઇસીઆઇસીઆઇ બેંક,બજાજ ફાઇનાન્સ,કોટક બેંક,બજાજ ફિનસર્વ જેવા મુખ્ય બેંકિંગ શેરોમાં વધારો જોવા મળ્યો હતો.આમ સેન્સેક્સ પર સૌથી વધુ લાભ ઇન્ડસઇંડ બેંકના શેરને થયો છે જે ૨.૫૮ ટકા સુધી ઉચકાયો હતો.

આમ સરકારે બજેટમાં બેંકિંગ ક્ષેત્રે સુધારાની જાહેરાત કરી હતી.ત્યારે શનિવારે સંસદમાં બજેટ ચર્ચા પૂર્ણ થઇ અને સરકારે આ સુધારાઓને આગળ વધારવાની ઇચ્છા સ્પષ્ટ કરી જે બાદ આજે સેન્સેક્સ રેકોર્ડ સપાટીએ જોવા મળ્યો હતો.