લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સંગીતકાર વિશાલ દદલાનીના પિતાનું નિધન થયું

સંગીતકાર વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું 79 વર્ષની વયે નિધન થયું છે. વિશાલે જે વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મુકીને કરી હતી. જેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આઇસીયુમાં હતા. તેમની ગોલ બ્લેડર સર્જરી કરવામાં આવી હતી તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થતો જોવા મળ્યો નહોતો. તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. જેના પરિણામે તેમને આઇસીયુમાં રાખવા પડયા હતા. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાથી હું તેમને મળવા પણ જઇ શક્યો નહીં. હુ મારા માતાને ભેટીને રડી પણ શક્યો નથી.મારી બહેને સઘળી પરિસ્થિતિ સંભાળી લીધી છે. પિતાને ગુમાવ્યા પછી હું સંપૂર્ણરીતે ભાંગી પડયો છું.