સરકારના ભરપૂર પ્રયત્નો પછી પણ ભારતના મોબાઈલ માર્કેટમાં ચાઈનિઝ બ્રાન્ડનો દબદબો કાયમ થઈ ગયો છે.છેલ્લા છ વર્ષમાં ભારતીય બ્રાન્ડનો સ્માર્ટફોન માર્કેટમાં હિસ્સો સમેટાઈને માત્ર એક ટકા પર રહી ગયો છે.જ્યારે વર્ષ 2015માં માર્કેટમાં ભારતની બ્રાન્ડનો હિસ્સો 68 ટકા હતો,જ્યારે ચાઈનિઝ કંપનીઓનો ફાળો 32 ટકા હતો.ભારતીય બ્રાન્ડ નહીં પણ સેમસંગને પણ ભારતમાં ચીનની કંપનીઓની સ્પર્ધા પાછળ પાડી રહી છે.ભારતના સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની હિસ્સેદારી 24 ટકાથી ઘટીને 17 ટકા થઈ ગઈ છે.જેની સામે ચીનની રિયલમી અને વન પ્લસ જેવી બ્રાન્ડ ઝડપથી ઉપર જઈ રહી છે.ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 99 ટકા શેર ચીનની કંપનીઓનો થઈ ગયો છે.જેમ ઓછી કિંમત અને વધુ સારા સ્પેશિફિકેન્સના કારણે ભારતના મોબાઈલ ધારકોમાં ચીનની કંપનીઓના ફોનનુ ચલણ વધી રહ્યુ છે.જોકે આ પ્રકારની નીતિના કારણે ચાઈનીઝ કંપનીઓને નુકસાન થઈ રહ્યુ છે છતા તેઓ પાછા હટવા તૈયાર નથી.વર્ષ 2020માં ઓપોએ 2000 કરોડ અને વીવોએ 300 કરોડનું નુકશાન કર્યું હતું.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved