લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત થયા

ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાનારી વનડે સિરિઝ માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે.ત્યારે ભારતીય ટીમના ચાર ક્રિકેટરોને કોરોના હોવાનુ બહાર આવ્યુ હતુ.ત્યારે ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયો છે.જે હજી ટીમ સાથે જોડાયો નથી અને અમદાવાદ ખાતે આવેલા પોતાના ઘરે છે.આમ આ પહેલા ભારતીય ટીમના ચાર ખેલાડીઓ શિખર ધવન,રૂતુરાજ ગાયકવાડ,શ્રેયસ ઐયર તથા નવદીપ સૈની તેમજ ટીમ સ્ટાફના બીજા ત્રણ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યારે ભારતીય ટીમમાં રોહિત સિવાય બીજો કોઈ ઓપનર સામેલ ન હોવાથી મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે આગામી 6 ફેબ્રુઆરીથી વનડે સિરિઝની શરૂઆત થવાની છે.જે ત્રણેય વનડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.