ભારતીય ટીમ આવતીકાલથી જોહનીસબર્ગમાં શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની સાથે શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત અત્યારસુધી ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરવા હોટફેવરિટ છે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી થશે. સાઉથ આફ્રિકાની ટીમની સૌથી કમજોર કડી તેમની બેટીંગ છે. સાઉથ આફ્રિકાના ટોચના બેટ્સમેનોએ ટીમને જીતાડવા માટે જવાબદારી સાથે મોટી ઈનિંગ રમવી પડશે.આમ શ્રેણીની પ્રથમ ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી શક્યતા નહીવત છે. ઓપનર રાહુલ અને અગ્રવાલની જોડીએ શાનદાર દેખાવ કર્યો હતો. મીડલ ઓર્ડરમાં રહાણે અને પુજારાના ફોર્મ અંગે ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. આમ છતાં તેમના આંતરરાષ્ટ્રીય સ્તરના બહોળા અનુભવની સાથે ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખતાં તેમને વધુ એક તક મળશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે.કોચ દ્રવિડ અને કેપ્ટન કોહલી આવતીકાલથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને પડતો મૂકીને વધુ એક ફાસ્ટરને ટીમમાં સમાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટમા બુમરાહ,શમી,સિરાજ અને અશ્વિનની સાથે શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો હતો.
ભારત- કોહલી (કેપ્ટન),રાહુલ (વાઈસ કેપ્ટન),અગ્રવાલ,પુજારા,શ્રેયસ ઐયર,પંત (વિ.કી.),અશ્વિન,ઠાકુર,બુમરાહ,શમી,સિરાજ,રહાણે,સહા (વિ.કી.),જયંત યાદવ, પ્રિયાંક પંચાલ,ઉમેશ યાદવ,વિહારી અને ઈશાંત શર્મા.
સાઉથ આફ્રિકા- એલ્ગર,માર્કરામ,બવુમા (વાઈસ કેપ્ટન),રબાડા,ઈરવી,બી.હેન્ડ્રિક્સ,લિન્ડે,મહારાજ,એનગિડી,મુલ્ડર,પીટરસન,ડેર ડુસેન,વેરેયને (વિ.કી.),જેન્સન, સ્ટુરમાન,સુબ્રાયેન,મગાલા,રિકેલ્ટન,ઓલિવિયરનો સમાવેશ કરાયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved