શિખર ધવનની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે રવાના થતાં પહેલા બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેશે.આમ શ્રીલંકામાં વન-ડે અને ટી-20 રમવા માટે જનારી ભારતીય ટીમમાં ભાવનગરના ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી છે.જ્યારે ટીમના વાઈસ કેપ્ટન તરીકે ભુવનેશ્વરકુમારને પસંદ કરવામાં આવ્યો છે.જ્યારે પંડયા બ્રધર્સ પણ ટીમમાં સ્થાન પામ્યા છે.આમ ભારતીય ટીમ આગામી 28 જુને કોલંબો જવા માટે રવાના થશે.જે પહેલા તેઓ 14મીથી મુંબઈમાં ક્વોરન્ટાઈન થાય તેવી શક્યતાઓ છે.જેમાં તમામ ભારતીય ક્રિકેટરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.જે પછી છ દિવસના ક્વોરન્ટાઈન બાદ તેમને હોટલની જીમમાં જવાની પરવાનગી આપવામાં આવશે.આ પછી પણ નિયમિત સમયાંતરે તેમનું ટેસ્ટિંગ થશે.આમ શ્રીલંકા પ્રવાસમાં ભારત 13,16 અને 18 જુલાઈએ વન-ડે અને 21,23 અને 25 જુલાઈએ ટી-20 રમશે.આમ આ શ્રેણી માટે ભારતીય ટીમમાં ધવન (કેપ્ટન),ભુવનેશ્વર (વાઈસ કેપ્ટન),શૉ,પડિક્કલ,ગાયકવાડ,સૂર્યકુમાર,મનીષ પાંડે,હાર્દિક પંડયા,નિતિશ રાણા,ઈશાન કિશન (વિ.કી.),સેમસન (વિ.કી.),ચહલ,આર.ચાહર,ગોવ્થમ,કૃણાલ પંડયા,કુલદીપ,ચક્રવર્થી,ડી.ચાહર,સૈની અને ચેતન સાકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved