લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની જાહેરાત કરી

ભારતની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પહોંચેલી સાનિયાએ કહ્યું છે કે વર્ષ 2022 તેની છેલ્લી સિઝન હશે.આમ 35 વર્ષીય સાનિયા ભારતની સૌથી મોટી મહિલા ટેનિસ સ્ટાર છે.જેણે વર્ષ 2003માં ટેનિસમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.આમ છેલ્લા 19 વર્ષથી તે સતત ટેનિસ રમી રહી છે અને તેણે ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ ભારતને જીત અપાવી છે.જે પોતાની કારકિર્દીમાં ડબલ્સમાં પણ નંબર-1 રહી છે.સાનિયા મિર્ઝાએ મહિલા ડબલ્સમાં વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન,વર્ષ 2015માં વિમ્બલ્ડન અને યુએસ ઓપનનું ખિતાબ જીત્યું હતું. જ્યારે મિક્સ ડબલ્સમાં તે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન,વર્ષ 2012માં ફ્રેન્ચ ઓપન અને વર્ષ 2014માં યુએસ ઓપનનું ખિતાબ જીતી ચૂકી છે.