Error: Server configuration issue
વિરાટ કોહલીની જગ્યાએ ટેસ્ટ ટીમમાં કેપ્ટન કોણ બનશે. ત્યારે વર્તમાનમાં બે નામ સૌથી આગળ જોવા મળી રહ્યા છે.જેમાં રોહિત શર્મા અને કે એલ રાહુલનો સમાવેશ થાય છે.આ બંને ખેલાડીઓ કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે.જોકે રાહુલ પાસે હજી વધુ અનુભવ નથી.પણ તેમનામાં કેપ્ટન બનવાની લાયકાત છે.જ્યારે બીજીતરફ રોહિત શર્મા પહેલા વનડે અને ટી 20 મેચોમાં કેપ્ટન બની ચુકયો છે.જેમની પાસે 43 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. જેમાં તેમણે આઠ સદી સાથે 3047 રન બનાવ્યા છે,જ્યારે રાહુલની વાત કરવામાં આવે તો રાહુલ પણ ભારત માટે 43 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે.પરંતુ ભારતની કેપ્ટનશિપ કરવાનો તેમની પાસે અનુભવ નથી.જેમાં રાહુલે ટેસ્ટ મેચમાં ભારત વતી 7 સેન્ચુરી સાથે 2547 રન બનાવ્યા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved