લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતની મહિલા બોક્સરો વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આવી

મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની ચાર બોક્સરોએ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.આ સાથે ભારતને મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વર્ષ 2006 પછી પ્રથમવાર શ્રેષ્ઠ દેખાવની આશા છે.જેમાં નીતુ ઘંઘાસ,સ્વિટી બૂરાની,નિખત ઝરીન,લવલીના બોર્ગોહેને પોતપોતાના વજન વર્ગમાં ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ મેળવી લીધો હતો.ત્યારે આવતીકાલે નીતુ ઘંઘાસ અને સ્વિટી બૂરાનો ગોલ્ડ મેડલ મુકાબલો ખેલાશે.જેમાં નીતુ ઘંઘાસ 48 કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં મોંગોલિયાની બે વખતની એશિયન બ્રોન્ઝ મેડાલીસ્ટ લુત્સાઈખાન સામે ટકરાશે.આમ નીતુએ તેના ત્રણેય મુકાબલામાં એકતરફી જીત હાંસલ કરી હતી.જ્યારે ૩૦ વર્ષની સ્વિટી બૂરા નવ વર્ષ બાદ વિમેન્સ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશી હતી.જેમા 81 કિગ્રા વજન વર્ગની ફાઈનલમા સ્વિટીની ટક્કર ચીનની વિશ્વ વિજેતા લિના વાંગ સામે થશે.જ્યારે નિખત ઝરીનને સતત બીજી વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની આશા છે તે મેરીકોમ બાદ બે વખત વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી બોક્સર બની શકે છે ત્યારે તેની ટક્કર 50 કિગ્રા વજન વર્ગમાં વિયેતનામની થી ટામ ગીયુન સામે થવાની છે.જ્યારે લવલીના બોર્ગોહેન 75 કિગ્રા વજન વર્ગમાં ઓસ્ટ્રેલિયાની કૈટલિન પારકર સામે રમશે.