લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઈસ્ટર્ન ભાગમાં વર્તમાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એ પછી ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ સુનામીની ચેતવણી જાહેર કરી છે.આ સિવાય ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે.જેના કારણે સુનામીની સંભાવના છે.ભૂકંપ પછી એજન્સીએ સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા લોકોને તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવા જણાવ્યું છે.આમ પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને કેટલાક લોકો દરિયાકિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા.જેમા ભૂકંપ બાદ સ્થાનિક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.