લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈન્ડોનેશિયામા સ્પીડબોટ દરિયામાં ડૂબતા લોકોના મોત થયા

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામા મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં લગભગ 78 લોકોને લઈ જતી સ્પીડબોટ ડૂબી ગઈ હતી.ત્યારે આ અકસ્માત બાદ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું હતુ.જેમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ત્યારે આ દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો સામેલ છે.આ સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા 01 જણાવવામાં આવી રહ્યું છે.જેમાં સવાર મોટાભાગના મુસાફરો તેમના પરિવારો સાથે ઈદ-ઉલ-ફિતરની રજાઓ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા.જ્યારે બીજીતરફ અકસ્માત બાદ અત્યારસુધીમાં 58 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે.આ સિવાય ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. ત્યારે હજુ પણ ઘણા લોકોની શોધખોળ ચાલુ છે.