લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈન્દોરમા સાત માળની પપાયા હોટલમા આગ લાગી

ઈન્દોરના રાઉમા આવેલી પપાયા ટ્રી હોટલમાં ભીષણ આગ લાગી હતી.જેમા આગ એટલી પ્રચંડ હતી કે તે હોટલના તમામ માળ સુધી પહોંચી ગઈ છે.ત્યારે આગ લાગતાની સાથે હોટલના રૂમમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જવા પામ્યા હતા.જેના કારણે હોટલમાં અફરા-તફરી મચી ગઈ હતી.જેના કારણે ફાયર બ્રિગેડની ઘણીબધી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.જેમા આગ લાગ્યા બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે.બીજીતરફ હોટલમા ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.ફસાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.