લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઈન્દોર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય અપાઈ

રામનવમી નિમિત્તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં હવન થઈ રહ્યો હતો તે દરમિયાન છત તૂટી પડતા અનેક લોકો વાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ત્યારે આ દુર્ઘટનામા 36 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકોને ઇજાઓ થવા પામી છે.ત્યારે મોરારીબાપુ દ્વારા 36 મૃતકોના પરિજનોને પ્રત્યેકને રૂ.11,000ની સાંત્વના રાશિ અર્પણ કરવામાં આવી છે.આ જ રીતે ભાવનગરના વલભીપુર નજીક મેવાસા ગામ પાસે ટેમ્પો ઊંધો પડતા 6 લોકોના મૃત્યુ થયા હતા.ત્યારે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મોરારીબાપુએ તેમના પરિજનોને પ્રત્યેકને રૂ.11,000 લેખે રૂ.66,000ની સહાયતા રાશિ પ્રેષિત કરી છે.આ સિવાય બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી તેમના પરિજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે.