લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈન્દોરના ઝૂલેલાલ મંદિરમાં છત ધરાશાયી થતા 25 લોકો કૂવામાં ગરકાવ થયા

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર દુર્ઘટના સર્જાઈ છે.જેમાં શહેરના સ્નેહનગર પાસેના પટેલ નગરમા બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે.ત્યારે સ્થળ પર હાજર લોકોએ કૂવામાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે.જેમાના 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા હતા.જ્યારે રેસ્ક્યુ ટીમ કૂવામાંથી અન્ય લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.આમ આ ઘટનાની મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નોંધ લીધી છે તેમણે ઈન્દોરના કલેક્ટર તેમજ કમિશનર સાથે ફોન પર વાત કરીને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે.