લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઇન્દ્રોડા પાર્ક ખાતે નવીન નગરવન ઊભું કરવામાં આવશે

ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે નગરવાસીઓને વનનો અનુભવ થાય તે માટે રૂ.2 કરોડના ખર્ચે નગરવન ઉભું કરવામાં આવશે.જે નગરવન 50 હેક્ટર જમીનમાં આકાર પામશે.જેમા ફ્લાવરવેલી,ગ્રાસવેલી તેમજ બાંબુસેટમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.આ સિવાય જંગલમાં જોવા મળતી તમામ પ્રકારની સુવિધા નગરવનમાં ઊભી કરવામાં આવશે.આ સિવાય રાજ્ય સરકાર દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્કમાં રીંછ,ઝરખ,શિયાળ,વરૂ,જળબિલાડી જેવા પ્રાણીઓ લાવવામાં આવનાર છે.જેના માટે રૂ.5 કરોડના ખર્ચે તેને વિકસિત કરવામાં આવનાર છે.નગરવનમાં અલગ અલગ પ્રકારના ગ્રાસની વેલી ઉભી કરાશે.