લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ફ્રેન્ચ ઓપનમા ઈજાગ્રસ્ત રાફેલ નડાલ નહી રમી શકે

સ્પેનિશ ટેનિસ ખેલાડી નડાલ ચાલુ વર્ષે 28મી મેથી શરૂ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ ફ્રેન્ચ ઓપન ગુમાવશે.જેમા નડાલને કમરની ઈજા સતાવી રહી છે.જેના કારણે તેણે ગ્રાન્ડસ્લેમ અને ફ્રેન્ચ ઓપનમાં ન રમવાનું નક્કી કર્યું હતુ.ટેનિસમાં છેલ્લા બે દશકથી છવાયેલા રહેલો નડાલ સૌથી વધુ 22 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતવાનો વિશ્વ રેકોર્ડ સંયુક્તપણે યોકોવિચ સાથે ધરાવે છે.નડાલના 22 ગ્રાન્ડ સ્લેમમાં 14 ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે.આ સિવાય તે ગત વર્ષે પણ ફ્રેન્ચ ઓપનમાં વિજેતા બન્યો હતો.