શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવીને આગામી 28 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યો છે તેમ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ જણાવ્યું છે. આમ દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઇટ 23 માર્ચ,2020થી બંધ છે.જુલાઇ,2020થી ભારત અને 40 દેશો વચ્ચે સ્પેશિયલ પેસેન્જર ફલાઇટ એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવી રહી છે. જે બાબતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું છે કે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી,2022 સુધી લંબાવવામાં આવ્યો છે.આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ કાર્ગો ઓપરેશન અને ડીજીસીએએ મંજૂર કરેલ ફલાઇટને લાગુ પડશે નહીં. એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવતી ફલાઇટને પણ કોઇ અસર થશે નહીં. આમ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખી ડીજીસીએને આંતરરાષ્ટ્રીય ફલાઇટ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ અગાઉ 1 ડિસેમ્બર,2021ના રોજ આંતરરાષ્ટ્રીય ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved