Error: Server configuration issue
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર બની ગયો છે. તેણે આ રેકોર્ડ વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં આયર્લેન્ડ વિરુદ્ધ બે ગોલ કરીને બનાવ્યો છે. રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 111 ગોલ થઈ ગયા છે. જેમાં તેણે ઈરાનના અલી દેઈના રેકોર્ડને તોડીને આ મુકામ હાંસલ કર્યું છે. અલી દેઈએ પોતાના કરિયરમાં 109 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ યૂરો-2020 દરમિયાન અલી દેઈના સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડની બરાબરી કરી હતી. આમ પોર્ટુગલની ટીમ તરફથી રમતાં રોનાલ્ડોએ આયર્લેન્ડ વિરુદ્ધ 89મી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને ત્યારપછી ઈન્જરી ટાઈમ દરમિયાન બીજો ગોલ કરતાં ટીમને 2-1થી જીત અપાવી હતી. રોનાલ્ડોએ પોતાના બન્ને ગોલ માથાથી કર્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved