લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલ 2021- ભારતે આગામી 10 ઓક્ટોબર પહેલાં આઇપીએલનો બીજો રાઉન્ડ પૂર્ણ કરવો પડશે

બીસીસીઆઈ આઈપીએલ 2021ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરના રોજ કરાવવા માંગે છે.ત્યારે મેચની બીજા ફેજની શરૂઆત આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.આમ બોર્ડ આઈપીએલ બાબતે લાંબી વિન્ડો બનાવવા માંગે છે.ત્યારે ઓછી ડબલ હેડર રમાડવી પડે તેવું માનીએ તો બોર્ડને આઈસીસી પાસેથી તેની પરવાનગી નહીં મળે.આ સિવાય 18 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ શરૂ થઇ શકે છે.તેના કારણે આઈસીસી 10 ઓક્ટોબર બાદ આઈપીએલની મેચ કરાવવાની પરવાનગી નહીં આપે.આમ આઈસીસીની કોઇપણ ટુર્નામેન્ટની પહેલા ઓછામાં ઓછા 7 થી 10 દિવસ પહેલા કોઇપણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં નથી આવતું.