લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલ 2022માં ભારતીય ખેલાડીઓની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી

આઇ.પી.એલ 2022ના મેગા ઓક્શન માટે તમામ ખેલાડીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે.ત્યારે આ વખતે 590 ખેલાડીઓની બોલી લાગશે,જેમાં અનેક દેશી અને વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.જેમાં ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેમાં આ વખતે અનેક મોટા નામ ઓક્શનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે.જેમાં રવિચંદ્રન અશ્વિન,ચેતેશ્વર પુજારા,શિખર ધવન સહિત અનેક ખેલાડીઓનો સમાવેશ થાય છે.જેમાં ચેતેશ્વર પુજારાની બેઝ પ્રાઈસ 50 લાખ,અશ્વિનની બેઝ પ્રાઈસ 2 કરોડ,હનુમા વિહારી- 50 લાખ,અજિંક્ય રહાણે- 1 કરોડ,કુલદીપ યાદવ- 1 કરોડ,ઈશાંત શર્મા- 1.5 કરોડ,વોશિંગ્ટન સુંદર- 1.5 કરોડ,રવિચંદ્રન અશ્વિન- 2 કરોડ,શિખર ધવન- 2 કરોડ,શ્રેયસ અય્યર- 2 કરોડ,મોહમ્મદ શમી- 2 કરોડ,ઉમેશ યાદવ- 2 કરોડ,ઈશાન કિશન- 2 કરોડ,યુઝવેન્દ્ર ચહલ- 2 કરોડનો સમાવેશ થાય છે.