લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલ 2022થી વધુ બે ટીમ સામેલ કરવાનો નિર્ણય કરાયો

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વર્ષ 2022ની આઇપીએલથી વધુ બે ટીમ જાહેર કરવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદની ટીમ નિશ્ચિત બીડમાં સફળતા મેળવશે તેમ મનાતું હતું પણ અમદાવાદની ટીમનું હોમગ્રાઉન્ડ મોટેરા સ્ટેડીયમ વડાપ્રધાન મોદીના નામ પરથી ઓળખાય છે તે નિર્માણધીન હતું અને તે પછી કોરોનાને લીધે આઈપીએલ જ અસ્તવ્યસ્ત થઇ ગઈ. ત્યારે વર્તમાન સમયમાં વર્ષ 2021ની આઈપીએલ અધુરી છે જે યુએઈમાં આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં બાકીની મેચો અને ફાઈનલ સાથે પૂરી કરાશે. ત્યારપછીની આઇપીએલ 2022માં રમાશે.
જે બે ટીમને આઈપીએલમાં 2022થી સામેલ થવું હોય તે માટેની પ્રક્રિયા પારદર્શક રહેશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે ખાતરી આપી છે અને તેના ટેન્ડર માટેના નિયમો બનાવ્યા છે. ત્યારે એવું માનવામાં આવે છે કે અમદાવાદ,પૂણે અને લખનૌએ ત્રણ ટીમ માટે તો કંપનીઓમાં મુખ્ય સ્પર્ધા જામશે. અન્ય કોઈ શહેર માટે પણ કંપની આશ્ચર્ય સર્જતા ટેન્ડર ભરી શકે તો નવાઈ નહી. આઇપીએલમાં ભૂતકાળમાં 10 ટીમોની લીગ રમાઈ ચૂકી છે. વર્ષ 2011મા પૂણે વોરિયર્સ અને કોચી ટસ્કર્સને આઇપીએલમાં સામેલ કરવામાં આવી હતી. આઈપીએલમા વર્તમાનમાં આઠ ટીમો છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર,ચેન્નાઈ સુપર કિંગ્સ,હૈદરાબાદ સનરાઈઝર્સ,દિલ્હી કેપિટલ્સ,કોલકાતા નાઈટ રાઈડર્સ,પંજાબ કિંગ્સ ઈલેવન,રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે. ત્યારથી અદાણી કંપની અમદાવાદની ટીમ ખરીદવામાં રસ બતાવશે તેવું લાગી રહ્યું છે. આ વખતે અદાણી ઉપરાંત ટોરેન્ટ,કોલકાતા સ્થિત આર પી સંજીવ ગોએન્કા ગ્રુપ,ઓરબિંદો ફાર્મા અને એક ખાનગી બેંક સહિત કેટલીક કંપનીઓને અમદાવાદ,પૂણે,લખનૌ,ગૌહાતી,ઇન્દોર,કોચી,રાયપુર,ઇન્દોર,ત્રિવેન્દ્રમ વગેરે માટે ટેન્ડર ભરવાની ઈચ્છા હોય તેમ જણાય છે. જેમાં ટેન્ડર ભરવાની આખરી તારીખ આગામી 5 ઓક્ટોબર રહેશે. જે કંપની આઈપીએલ ટીમ બનાવવા માંગતી હોય તેઓએ રૂ.10 લાખ ભરીને ટેન્ડર ફોર્મ મેળવાના રહેશે. અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈપણ કંપની ટીમ ઉતારવા માંગતી હોય તો બેઝ પ્રાઈઝ રૂપિયા 1700 કરોડ રાખવા માંગતી હતી પણ હવે તે રૂ. 2000 કરોડ રાખવાનું નક્કી કરાયું છે. આમ આવનારા સમયમાં 10 ટીમો થતા 2022ની આઈપીએલ 74 મેચોની યોજવામાં આવશે. આમ જે કંપનીનું ટર્નઓવર રૂ.૩૦૦૦ કરોડનું હશે તે જ બીડમાં ભાગ લઇ શકશે.