આઈ.પી.એલ 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમે સિઝનની પ્રથમ જીત મેળવી હતી.ત્યારે દિલ્હીનો કોલકતાની ટીમ સામે 4 વિકેટે વિજય થયો છે.કોલકાતાની ટીમ 20 ઓવરમાં 127 રને ઓલઆઉટ થઈ ગઈ હતી,જેના જવાબમાં દિલ્હીની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટે 128 રન કર્યા છે.જેમાં દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે અડધી સદી કરી છે.આમ આ અગાઉ દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.જ્યારે બીજીતરફ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા દિલ્હીને તેનો ફાયદો થયો હતો.જેમા કોલકતાની ટીમના 8 ખેલાડીઓ સિંગલ ડિઝિટમાં આઉટ થઈ ગયા હતા.ત્યારે ટીમના ઓપનર જેશન રોયલે 43 રન કર્યા હતા.જેમાં બીજીતરફ દિલ્હી તરફથી ઈશાન શર્મા,એન્રીચ નોર્ટજે,અક્ષર પટેલ,કુલદીપ યાદવ સહિતના બોલરોએ 2-2 વિકેટ લીધી હતી,જ્યારે મુકેશ કુમારે 1 વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સની ટીમ- ડેવિડ વોર્નર,અભિષેક પોરેલ,પૃથ્વી શો,મિશેલ માર્શ,યશ ધૂલ,મનીષ પાંડે,અક્ષર પટેલ,અમન હાકિમ ખાન,લલિત યાદવ,એનરિચ નોર્ટજે,કુલદીપ યાદવ,મુસ્તાફિઝુર રહેમાન,મુકેશ કુમાર,સરફરાઝ ખાન,ચેતન સાકરિયા,પ્રવીણ દુબે,રિલી રોસોવ,રોવમેન પોવેલ,ખલીલ અહેમદ,ઈશાંત શર્મા,લુંગી એનગીડી,ફિલિપ સોલ્ટ,કમલેશ નાગરકોટી, રિપલ પટેલ અને વિકી ઓસ્તવાલનો સમાવેશ કરવામાં આવ્યો.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ- નીતિશ રાણા,રહેમાનુલ્લા ગુરબાઝ,એન.જગદીશન,વેંકટેશ અય્યર,રિંકુ સિંહ,આન્દ્રે રસલ,શાર્દુલ ઠાકુર,સુનીલ નારાયણ,ઉમેશ યાદવ,લોકી ફર્ગ્યુસન,વરૂણ ચક્રવર્તી,સુયશ શર્મા,મનદીપ સિંહ, અનુકુલ રોય,વૈભવ અરોરા,ડેવિડ વિઝ,ટિમ સાઉથી,જેસન રોય,લિટન દાસ,કુલવંત ખેજરોલિયા,હર્ષિત રાણા અને આર્ય દેસાઈનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved