લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં આજે ગુજરાત ટાઈટન્સ-મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

આઈ.પી.એલ 2023ની મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.જે મેચમાં મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા માંગશે.આમ રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને જીત મળી હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે.આ પીચ પર ફાસ્ટ બોલરો અને સ્પિનરોને પણ મદદ મળી શકે છે.

ગુજરાત ટાઈટન્સ- હાર્દિક પંડ્યા,રિદ્ધિમાન સાહા,શુભમન ગિલ,વિજય શંકર,અભિનવ મનોહર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહમ્મદ શમી,નૂર અહમદ,મોહિત શર્મા,જયંત યાદવ,જોશુઆ લિટલ,શિવમ માવી,રવિશ્રી નિવાસન,સાઈ કિશોર,શ્રીકર ભરત,સાઈ સુદર્શન,અલઝારી જોસેફ,પ્રદીપ સાંગવાન,મેથ્યુ વેડ,દાસુન શનાકા,ઓડિ – યન સ્મિથ,દર્શન નલકાંડે,ઉર્વીલ પટેલ અને યશ દયાલનો સમાવેશ કરાયો છે.

મુંબઈ ઇન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,સૂર્યકુમાર યાદવ,કેમરન ગ્રીન,ટિમ ડેવિડ,તિલક વર્મા,હૃતિક શોકીન,અર્જુન તેંડુલકર,જોફ્રા,પીયૂષ ચાવલા,જેસન બેહરેનડોર્ફ, નેહલ વાઢેરા,રમનદીપ સિંહ,કુમાર કાર્તિકેય,શમ્સ મુલાની,વિષ્ણુ વિનોદ,રિલે મેરેડિથ,સંદીપ વોરિયર,ડુઆન જેન્સેન,ટ્રિસ્ટન સ્ટબ્સ,ડીવાલ્ડ બ્રેવિસ,આકાશ મધવાલ,અરશદ ખાન અને રાઘવ ગોયલનો સમાવેશ કરાયો છે.