આઈ.પી.એલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી.જેમા હૈદરાબાદના કેપ્ટન એઇડન માર્કરામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.જેમાં પ્રેરક માંકડે આઈ.પી.એલ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી છે.જેમાં હૈદરાબાદે લખનઉને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેમા હૈદરાબાદ તરફથી ક્લાસને 47 રન બનાવ્યા હતા જ્યારે અબ્દુલ સમદે અણનમ 37 રન બનાવ્યા હતા.બીજીતરફ લખનઉ તરફથી કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ- ક્વિન્ટન ડિકોક,કાયલ મેયર્સ,કૃણાલ પંડ્યા,પ્રેરક માંકડ,માર્કસ સ્ટોઇનિસ,નિકોલસ પૂરન,અમિત મિશ્રા,યશ ઠાકુર,રવિ બિશ્નોઈ,યુદ્ધવીરસિંહ ચરક અને આવેશ ખાનનો સમાવેશ કરાયો.
સનરાઈઝર્સ હૈદરાબાદ- અભિષેક શર્મા,અનમોલપ્રીત સિંહ,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ,હેનરિક ક્લાસેન,ગ્લેન ફિલિપ્સ,અબ્દુલ સમદ,ટી.નટરાજન,મયંક માર્કંડે,ભુવનેશ્વર કુમાર અને ફઝલહક ફારૂકીનો સમાવેશ કરાયો.