લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં દિલ્હી-ગુજરાત વચ્ચે મેચ રમાશે

આઈ.પી.એલ 2023માં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે.જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે,જ્યારે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં નીચે જોવા મળી રહી છે.જેમાં ગુજરાતે અત્યારસુધીમાં 8 માંથી 6 મેચ જીતી છે. જયારે દિલ્હીને તેની 8 મેચમાંથી 6માં હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાનો પ્રયાસ કરશે.બીજીતરફ આ મેચ દિલ્હી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત ટાઈટન્સ- હાર્દિક પંડ્યા,રિદ્ધિમાન સાહા,અભિનવ મનોહર,વિજય શંકર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,નૂર અહમદ,મોહમ્મદ શમી,મોહિત શર્મા,જોશુઆ લિટલ,શુભમન ગિલ,શ્રીકર ભરત,રવિ શ્રીનિવાસન સાઈ કિશોર,શિવમ માવી,જયંત યાદવ,પ્રદીપ સાંગવાન,મેથ્યુ વેડ,દાસુન શનાકા,ઓડિયન સ્મિથ,અલઝારી જોસેફ, દર્શન નલકાંડે,ઉર્વીલ પટેલ,સાઈ સુધરસન અને યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલિપ સોલ્ટ,મિશેલ માર્શ,મનીષ પાંડે,પ્રિયમ ગર્ગ,અક્ષર પટેલ,રિપલ પટેલ,કુલદીપ યાદવ,એનરિક નોર્ટજે,ઈશાંત શર્મા,મુકેશ કુમાર, સરફરાઝ ખાન,લલિત યાદવ,અભિષેક પોરેલ,ખલીલ અહેમદ,પ્રવીણ દુબે,રિલી રોસોઉ,લુંગી એનગીડી,મુસ્તફિઝુર રહેમાન,રોવમેન પોવેલ,પૃથ્વી શો,ચેતન સાકરિયા, અમન હકીમ ખાન,યશ ધુલ અને વિકી ઓસ્તવાલનો સમાવેશ કરવામા આવ્યો છે.