લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ્સની મેચ રમાશે

આઈ.પી.એલ 2023માં રાજસ્થાન રોયલ્સ-ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે મેચ રમાશે.આમ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે.રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ગત સિઝનમા 3 વાર સામસામે ટકરાયા હતા.જેમાં ગુજરાતે રાજસ્થાનને 3 માંથી 3 વાર હરાવ્યું હતુ.
રાજસ્થાન રોયલ્સ- જોસ બટલર,યશસ્વી જયસ્વાલ,સંજુ સેમસન,દેવદત્ત પડિકલ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,જેસન હોલ્ડર,રવિચંદ્રન અશ્વિન,યુઝવેન્દ્ર ચહલ,સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો.
ગુજરાત ટાઇટન્સ- રિદ્ધિમાન સાહા,શુભમન ગિલ,હાર્દિક પંડ્યા,વિજય શંકર,અભિનવ મનોહર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહમ્મદ શમી,નૂર અહેમદ અને મોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો.