લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં લખનઉ સુપર જાયન્ટ-ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાશે

આઈ.પી.એલ 2023માં આજે બે મેચ રમાશે.જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ઇકાના સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.જેમાં લખનઉ અગાઉની મેચની હારનો બદલો લેવા ઉતરશે.જ્યારે બીજીતરફ ધોનીની ટીમ લખનઉને હરાવી પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવા રમશે.

ચેન્નઈ સુપર કિંગ્સ- રૂતુરાજ ગાયકવાડ,ડેવોન કોનવે,અજિંક્ય રહાણે,મોઈન અલી,શિવમ દુબે,રવિન્દ્ર જાડેજા,એમ.એસ ધોની,દીપક ચાહર,બેન સ્ટોક્સ,તુષાર દેશપાંડે અને મહેશ ટેકશાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લખનઉ સુપર જાયન્ટસ- ક્વિન્ટન ડી કોક,કાયલ મેયર્સ,માર્કસ સ્ટોઈનીસ,નિકોલસ પૂરન,ક્રુણાલ પંડ્યા,દીપક હુડા,આયુષ બદોની,આવેશ ખાન,યશ ઠાકુર,અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈનો સમાવેશ થયો છે.