આઈ.પી.એલ 2023માં આજની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સ રમશે.ત્યારે આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.આ સિઝનમાં લખનઉની પિચ પર ત્રણ મેચ રમાઈ છે.ત્યારે આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમે 121 થી 193 સુધીનો સ્કોર કર્યો છે.આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે ફાસ્ટ બોલરોને પીચમાંથી મદદ મળશે.આ પીચ પર સ્પિનરોને પણ ટર્ન મળી શકે છે.જેના કારણે બેટ્સમેનો માટે થોડી સમસ્યા થઈ શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ- કે.એલ રાહુલ,નિકોલસ પૂરન,કાયલ મેયર્સ,દીપક હુડ,માર્કસ સ્ટોઇનિસ,ક્રુણાલ પંડ્યા,આયુષ બદોની,નવીન-ઉલ-હક,આવેશ ખાન,યુદ્ધવીર સિંહ ચરક,રવિ બિશ્નોઈ,અમિત મિશ્રા,જયદેવ ઉનડકટ,મનન વોહરા,માર્ક વૂડ,ક્વિન્ટન ડી કોક,કૃષ્ણપ્પા ગૌથમ,સ્વપ્નિલ સિંહ,પ્રેરક માંકડ,યશ ઠાકુર,ડેનિયલ સેમ્સ,રોમારિયો શેફર્ડ, કરણ શર્મા અને મયંક યાદવનો સમાવેશ કરવામાં આવ્યો.
ગુજરાત ટાઈટન્સ-હાર્દિક પંડ્યા,રિદ્ધિમાન સાહા,શુભમન ગિલ,સાઈ સુધરસન,અભિનવ મનોહર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,અલઝારી જોસેફ,મોહમ્મદ શમી, મોહિત શર્મા,નૂર અહમદ,પ્રદીપ સાંગવાન,મેથ્યુ વેડ,જયંત યાદવ,વિજય શંકર,દાસુન શનાકા,શ્રીકર ભરત,જોશુઆ લિટલ,ઓડિયન સ્મિથ,રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શિવમ માવી,દર્શન નલકાંડે,ઉર્વીલ પટેલ અને યશ દયાલનો સમાવેશ કરાયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved