લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023મા રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે

આઈ.પી.એલ 2023માં આજે રાજસ્થાન રોયલ્સ-લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ યોજાશે.જે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમ જીતની હેટ્રિક લગાવી ચુકી છે.ત્યારે બીજીતરફ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી.આમ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યારસુધી સારુ પ્રદર્શન કર્યું છે જેમા સંજૂ સેમસનની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનની ટીમ અત્યારસુધી 5 મેચ રમી છે જેમાંથી 4માં જીત જ્યારે 1માં હાર થઈ હતી.
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન,જોસ બટલર,યશસ્વી જયસ્વાલ,રિયાન પરાગ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન,ટ્રેન્ટ બોલ્ટ,એડમ ઝમ્પા,સંદીપ શર્મા,યુઝવેન્દ્ર ચહલ,દેવદત્ત પડિકલ,મુરૂગન અશ્વિન,ડોનાવોન ફરેરા,નવદીપ સૈની,જો રૂટ,જેસન હોલ્ડર,આકાશ વસિષ્ઠ,કે.સી કરિઅપ્પા,ઓબેદ મેકકોય,કે.એમ આસિફ, કુલદિપ યાદવ,કુલદીપ સેન,અબ્દુલ બાસિથ અને કુણાલ સિંહ રાઠોડનો સમાવેશ કરાયો છે.

લખનઉ સુપર જાયન્ટ્સ- કે.એલ રાહુલ,નિકોલસ પૂરન,કાયલ મેયર્સ,દીપક હુડા,માર્કસ સ્ટોઇનિસ,ક્રુણાલ પંડ્યા,આયુષ બદોની,આવેશ ખાન,યુધવીર સિંહ ચરક,માર્ક વુડ, રવિ બિશ્નોઈ,અમિત મિશ્રા,જયદેવ ઉનડકટ,કૃષ્ણપ્પા ગૌથમ,પ્રેરક માંકડ,ડેનિયલ સેમ્સ,મનન વોહરા,ક્વિન્ટન ડી કોક,સ્વપ્નિલ સિંહ,નવીન-ઉલ-હક,યશ ઠાકુર,રોમારિયો શેફર્ડ,કરણ શર્મા અને મયંક યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.