લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલની સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી વોશિંગ્ટન સુંદર બહાર થયો

આઈ.પી.એલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર સિઝનની બાકીની મેચોમાં ટીમનો હિસ્સો રહેશે નહી.જેમાં તેઓ હેમસ્ટ્રિંગની ઇજાને કારણે સિઝનની બાકીની મેચો રમી શકશે નહી.જેમાં સુંદરે 7 મેચોની પાંચ ઇનિંગ્સમાં 15ની એવરેજ અને 100ની સ્ટ્રાઇક રેટથી 60 રન બનાવ્યા હતા.આ દરમિયાન સુંદરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 24 રન હતો.જેમાં તેણે બોલ સાથે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.જેની 7 મેચમા 3 વિકેટ લીધી હતી.સનરાઈઝર્સ હૈદરાબાદને સુંદર ટીમમાં ન હોવાને કારણે મિડલ ઓર્ડરમાં તેની ખોટ પડશે.ત્યારે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ પિચો સ્પિનરો માટે વધુ મદદરૂપ થશે.આ સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી હૈદરાબાદ માટે ઝટકા સમાન છે.