લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં મોહિત શર્માની ત્રણ વર્ષ બાદ વાપસી થઈ

આઈ.પી.એલ 2023ની રમાઈ ગયેલી મેચમા ભારતીના ઝડપી બોલર મોહિત શર્માએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.જેમા ગુજરાત ટાઇટન્સના બોલરે પંજાબ કિંગ્સ સામે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી ત્યારે પંજાબની ટીમ 153 રન જ બનાવી શકી હતી.જે ટાર્ગેટ ગુજરાત ટાઇટન્સે 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો અને મેચ જીતી હતી.આ મેચમાં મોહિત શર્માએ સારું પ્રદર્શન કરતા તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.હરિયાણાનો મોહિત વર્ષ 2012-13ની રણજી ટ્રોફી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો.આ સિઝનમાં તે 8 મેચમાં 37 વિકેટ સાથે ટૂર્નામેન્ટનો પાંચમો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.મોહિતે વર્ષ 2013માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આઈ.પી.એલમા ડેબ્યૂ કર્યું હતું અને 15 મેચમાં 20 વિકેટ લીધી હતી.