લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલમા સૌરવ ચૌહાણની બેઝ પ્રાઈઝ રૂ.20 લાખ રખાઇ

ઈન્ડિયન પ્રીમિયર લીગમા આ વખતે ગુજરાતી ખેલાડીઓ પર ધનની વર્ષા થશે.આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં મેગા ઓક્શન યોજાશે.અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણ પણ આઈપીએલ હરાજીમાં ભાગ લઈ રહ્યો છે.ત્યારે તેની બેઝ પ્રાઈઝ રૂ.20 લાખ છે.જેમાં ગુજરાતી ખેલાડીઓ પ્રિયાંક પંચાલ,ઉર્વીલ પટેલ,ચિરાગ ગાંધી સહિતના ખેલાડીઓ ઉપર નજર રહેશે.આ તમામ ખેલાડીઓની બેઝ પ્રાઈઝ રૂ.20 લાખ છે.આઈપીએલની ગત સિઝનમાં ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્ટી ટીમે રૂ.1.20 કરોડમાં ખરીદ્યો હતો.ચેતન સાકરિયાએ પોતાની ઝડપી બોલિંગના જાદુથી સૌને પ્રભાવિત કર્યા હતા.આઈપીએલમા આ વર્ષે દેશ અને વિદેશના મળીને 590 ખેલાડીઓ સામેલ થશે.આમ હરાજીમાં 370 ભારતીય ખેલાડીઓ અને 220 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે.