લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / નિકોલસ પૂરને આઈ.પી.એલ સિઝનની ઝડપી ફિફ્ટી મારી

આઈ.પી.એલ 2023માં રમાઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લખનઉ સુપર જાયન્ટ્સે 1 વિકેટે હાર આપી છે.જેમાં નિકોલસ પૂરન અને માર્કસ સ્ટોનિકની તોફાની બેટીંગે લખનઉને જીત અપાવી છે.જેમાં નિકોલસ પૂરને સિઝનની ઝડપી અડધી સદી મારી છે.જેમા લખનઉ ટીમે ટોસ જીત્યો હતો અને તેણે બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.જે મેચમા બેંગ્લોરની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.જ્યારે બીજીતરફ નિકોલસ પૂરન અને માર્ક્સ સ્ટોનિકે તોફાની બેટીંગ કરી બાજી સંભાળી લેતા તેનો વિજય થયો હતો.જ્યારે બેંગ્લોર તરફથી વિરાટ કોહલી,ફાક-ડુ-પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારી હતી.જેમા વિરાટ કોહલીએ 61 રન ફટકાર્યા હતા જ્યારે ફાક-ડુપ્લેસિસે અણનમ 79 રન જ્યારે ગ્લેન મેક્સવેલે 59 રન કરતા બેંગ્લોરની ટીમ મજબુત સ્થિતિમાં આવી ગઈ છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ- ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન),દિનેશ કાર્તિક (વિકેટકિપર),વિરાટ કોહલી,માઈકલ બ્રેસવેલ,ગ્લેન મેક્સવેલ,શાહબાઝ અહેમદ,ડેવિડ વિલી,હર્ષલ પટેલ,કર્ણ શર્મા,આકાશ દીપ,મોહમ્મદ સિરાજ,અનુજ રાવત,સુયશ પ્રભુદેસાઈ,મહિપાલ લોમરોર,ફિન એલન,સોનુ યાદવ,સિદ્ધાર્થ કૌલ,વેન પાર્નેલ,મનોજ ભંડાગે,રાજન કુમાર,અવિનાશ સિંહ અને હિમાંશુ શર્માનો સમાવેશ થયો છે.જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ-કે.એલ રાહુલ (કેપ્ટન),નિકોલસ પૂરન (વિકેટકિપર),કાયલ મેયર્સ,દીપક હુડા,માર્કસ સ્ટોઇનિસ,રોમારિયો શેફર્ડ,ક્રુણાલ પંડ્યા,અમિત મિશ્રા,યશ ઠાકુર,જયદેવ ઉનડકટ,રવિ બિશ્નોઈ,આયુષ બદોની,સ્વપ્નિલ સિંહ,આવેશ ખાન,પ્રેરક માંકડ,ડેનિયલ સેમ્સ,ક્વિન્ટન ડી કોક,માર્ક વુડ,નવીન-ઉલ-હક, કૃષ્ણપ્પા ગૌતમ,મનન વોહરા,યુદ્ધવીર સિંહ ચરક,કરણ શર્મા,મયંક યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.