અમીરગઢના ઈકબાલગઢ બનાસ નદીના કાંઠે નવી બનેલી નમો લાઈબ્રેરીને બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં ગ્રામપંચાયત દ્વારા વિકાસસીલ યોજના અંતર્ગત વિધાર્થીઓના ભવિષ્ય માટે લાઈબ્રેરી બનાવવા આવી હતી.જે લાઇબ્રેરી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઉપયોગી થશે.ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ ઈકબાલગઢ ગ્રામસભામાં યોજી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.જે સભા અંતર્ગત જિલ્લાના અલગ-અલગ વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સરકારની સુવિધાઓને લઈ ગામના લોકોને માહિતગાર કર્યા હતા.જે બાદ ગામલોકોએ પોતાના પ્રશ્નો જિલ્લા વિકાસ અધિકારી સામે રજૂ કર્યા હતા ત્યારે લોકોના પ્રશ્નોનું જિલ્લા વિકાસ અધિકારીએ નિરાકરણ લાવવાનું કહ્યું હતું.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved