લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈરાની હુમલાના જવાબમાં યુ.એસ એ એફ-15 ફાઈટર જેટથી હુમલો કર્યો

દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સ્થિત સીરિયા ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો નવો અખાડો બની ગયું છે.જેમા છેલ્લા કેટલાક દિવસોથી અથડામણ ઉગ્ર બની ગઈ છે. જેમા ઈરાન સમર્થિત જૂથે સૌપ્રથમ 23 માર્ચના રોજ યુએસ બેઝ પર ડ્રોનથી હુમલો કર્યો હતો આ હુમલામાં 6 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા.ત્યારે તેના જવાબમાં સીરિયા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.અમેરિકાએ ઈરાની એરબેઝ પર ફાઈટર જેટ એફ-15થી હુમલો કર્યો અને અનેક રોકેટ પણ છોડ્યા હતા.ત્યારે આ હવાઈ હુમલામાં ઈરાનના 11 સૈનિકો માર્યા ગયા હતા.જેનાથી નારાજ થઈને ઈરાને ફરીથી સીરિયામાં અમેરિકી ઠેકાણાઓ પર 10 મિસાઈલોથી હુમલો કર્યો હતો જેમા 2 બાળકો અને 1 મહિલા ઘાયલ થયા હતા.આ સિવાય બીજા પણ ઈરાને ફરીથી બે યુ.એસ બેઝ પર હુમલો કર્યો.આ માટે ઈરાને 3 ડ્રોન અને 5 રોકેટનો ઉપયોગ કર્યો હતો. જેની સામે યુએસએ કાર્યવાહી કરતા 3 માંથી 2 ઈરાની ડ્રોન તોડી પાડ્યા હતા.આ દરમિયાન ઈરાનના હુમલામાં અન્ય એક અમેરિકન સૈનિક ઘાયલ થયો હતો.ત્યારબાદ ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ સીરિયામાં દરેક અમેરિકન નાગરિકની સુરક્ષા કરશે.