લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈરાની ટ્રોફીમાં આગામી 1 ઓકટોબરે સૌરાષ્ટ્ર રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે રમશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 2023-24ના ડોમેસ્ટીક સીઝન માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે.જેમાં અલગ-અલગ ફોર્મેટની 1846 મેચો રમાશે.જેનો પ્રારંભ આગામી જુન 2023થી કરવામાં આવશે.આમ દુલિપ ટ્રોફીનો પ્રારંભ પણ ડોમેસ્ટીક સત્રથી જ થશે અને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આગામી 28 જુનથી શરૂ થશે અને 16 જુલાઈ સુધી ચાલશે.ત્યારબાદ દેવધર ટ્રોફીનું આયોજન થશે જે આગામી 24 જુલાઈ 2023 થી 3 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.આમ આ બન્ને ટુર્નામેન્ટ 6 ઝોનમાં રમાશે.જેમાં મધ્ય, દક્ષિણ,ઉતર,પુર્વ,પશ્ચિમ અને ઉતર પૂર્વનો સમાવેશ થાય છે.ત્યારબાદ ઈરાની ટ્રોફીની મેચનું આયોજન થશે.જેમાં સૌરાષ્ટ્રની ટીમ રેસ્ટ ઓફ ઈન્ડીયા સામે આગામી 1 ઓકટોબર 2023ના રોજ રમશે.આમ આ ત્રણ ટુર્નામેન્ટમા સઈદ મુસ્તાક અલી ટી-20 ટ્રોફી અને બાદમાં વિજય હઝારે ટ્રોફીનું આયોજન કરાયું છે,જે એ લીસ્ટમાં છે.જે આગામી 16 ઓકટોબર 2023 થી સઈદ મુસ્તાકઅલી ટ્રોફીનો પ્રારંભ થશે અને આગામી 6 નવેમ્બરના રોજ તેની ફાઈનલ રમાશે.આમ વન-ડે ફોર્મેટમાં રમાતી વિજય હઝારે ટ્રોફીની શરૂઆત આગામી 23 નવેમ્બર 2023 થી થશે અને આગામી 15 ડીસેમ્બર 2023 સુધી ચાલશે.જેમાં 38 ટીમ ભાગ લેશે.જેને પાંચ ગ્રુપમાં વહેંચી દેવાશે અને બે ગ્રુપ સાત-સાત ટીમના બનશે અને ત્રણ ગ્રુપ આઠ-આઠ ટીમોના હશે.આગામી 14 માર્ચ 2024ના રોજ તેની ફાઈનલ મેચ રમાશે.ઘરેલુ મહિલા ક્રિકેટ સીઝનનો પ્રારંભ સીનીયર મહિલા ટી-20 ટ્રોફીથી થશે.જે આગામી 19 ઓકટોબર 2023 થી 9 નવેમ્બર 2023 સુધી રમાશે.બાદમાં સિનીયર મહિલા ઈન્ટર ઝોનલ ટ્રોફી આગામી 24 નવેમ્બર 2023 થી 4 ડીસેમ્બર 2023 સુધી રમાશે.