લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આયરલેન્ડ – વેસ્ટઈન્ડિઝની વનડે શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીના કાર્યક્રમમાં કોરોનાના કારણે ફેરફાર કરવાની ફરજ પડી છે. જેમાં બંને ટીમો વચ્ચે પ્રથમ વન ડે 8 જાન્યુઆરીએ રમાઈ હતી. જે પછી બીજી વન ડે 11મી જાન્યુઆરીએ રમાવાની હતી પરંતુ આયરલેન્ડની ટીમમાં કોરોનાના કેસ વધતાં તેને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે બંને દેશોની બીજી વનડે ગુરુવારે જ્યારે આખરી વનડે રવિવારે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ સિવાય આયરલેન્ડ અને વિન્ડિઝ વચ્ચે એક ટી-20 મેચ પણ રમાવાની હતી. જે કોરોનાના કેસ વધતા પડતી મૂકવાનો નિર્ણય બંને દેશોના ક્રિકેટ બોર્ડે લીધો છે. આમ વેસ્ટ ઈન્ડિઝને આયરલેન્ડ પછી ઘરઆંગણે ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે આગામી 22 જાન્યુઆરીથી બાર્બાડોસમાં 5 ટી-20ની શ્રેણીનું આયોજન થશે.