લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આયર્લેન્ડ-બાંગ્લાદેશની વનડે રદ થતા આફ્રિકાને પ્રવેશ મળ્યો

આયર્લેન્ડ-બાંગ્લાદેશ વચ્ચેni પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી,જે દક્ષિણ આફ્રિકા માટે વરદાનરૂપ સાબિત થઈ હતી.જેમાં આ વર્ષે ભારતમાં યોજાનાર વનડે વિશ્વકપ માટે દક્ષિણ આફ્રિકાનો સીધો પ્રવેશ થઈ ગયો છે.જેના કારણે દક્ષિણ આફ્રિકા સુપર લીગ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગયું છે અને ટીમને વિશ્વકપમાં સીધો પ્રવેશ મળ્યો છે.બીજીતરફ આયર્લેન્ડની ટીમ બાંગ્લાદેશને વનડે શ્રેણીમાં હરાવશે તો પણ તે સુપર લીગના પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાન માટે દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી શકશે નહીં.આયર્લેન્ડ 9મા સ્થાને સીરીઝ પુરી કરશે.આમ આયર્લેન્ડને ઝિમ્બાબ્વેમાં આગામી 18 જૂનથી 9 જુલાઈ સુધી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમો પણ ભાગ લેશે.