લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / કમોસમી વરસાદથી કાંદાના ભાવ ફરી ગગડયા

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે કાંદાના પાક પર કુઠરાઘાત કર્યો છે.જેમાં વરસાદ અને કરા પડવાથી કાંદાના રવી પાકને ભારે નુકસાન થયું છે.જેના પરિણામે કાંદાનો ભાવ તળિયે બેસી ગયો છે અને રૂ.3 અને 4 પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.જેમાં આટલી ઓછી કિંમતમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી.આમ ગયા ફેબુ્આરી માસમાં કમોસમી વરસાદને લીધે ડુંગળીના ખરીફ પાકને નુકસાન થયું હતું ત્યારે પણ ભાવ ઘટી જવાથી ખેડૂતોએ નુકસાન વેઠવું પડયું હતુ.ફેબુ્આરીમાં ખેડૂતોને સહાય કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂ.350 ચૂકવવાની શરૂઆત કરી હતી.આ ઉપરાંત નાફેડ તરફથી લાલ રવી કાંદાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેને લીધે કાંદા બજારમાં માંડ સ્થીરતા આવી ત્યાં ફરી કમોસમી વરસાદનો ફટકો વાગતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.