લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈઝરાયેલ કોરોનાના અંત તરફ,જ્યારે બ્રિટનમાં 10 મહિના બાદ મોતનો એકપણ કેસ નથી

ઈઝરાયેલમાં 60 ટકા વેકિસનથી કોરોનાનો અંત આવ્યો છે.જયારે બ્રિટનમાં 10 મહિના પછી કોરોનાથી મોતનો એકપણ કેસ આવ્યો નથી.ત્યારે ઈઝરાયેલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોના રસી અપાઈ ગઈ છે.તેની સાથે તેણે હર્ડ ઈમ્યુનીટી હાંસલ કરી લીધી છે.જયારે બ્રિટનમાં પણ ઝડપથી રસીકરણનાં ફાયદા જોવા મળી રહ્યા છે.ઈઝરાયેલમાં હર્ડ ઈમ્યુનીટી આવ્યા બાદ દરરોજ કોરોના વાયરસનાં સરેરાશ માત્ર 15 કેસ બહાર આવે છે.આમ એક વર્ષ બાદ કોરોના વાયરસની આ સૌથી ઓછી સંખ્યા છે.આમ ઈઝરાયેલે મંગળવારથી બાકી રહેલા કોરોના વાયરસ સંબંધી પ્રતિબંધોને હટાવી દીધા છે.ત્યારે લોકોને રેસ્ટોરન્ટ,સિનેમા હોલ,રમત કાર્યક્રમોમાં જવા વેકિસન લગાવ્યાનો પુરાવો દેખાડવો નહિ પડે.જ્યાં નવા નિયમો પહેલા સ્કુલો પુરી રીતે ખુલી ગઈ છે.આમ હર્ડ ઈમ્યુનીટી સુધી પહોંચવા માટે 70 થી 85 ટકા લોકોને વેકિસન લગાવવી જરૂરી છે.જોકે ઈઝરાયેલે માત્ર 60 ટકા વસ્તીને વેકિસન લગાવીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.