આયર્ન ડોમ એર ડિફેન્સ કવચ બાદ ઈઝરાયેલે દુશ્મન દેશોની મિસાઈલને હવામાં ધ્વસ્ત કરવા માટે લેસરની દીવાલ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.ઈઝરાયેલના વડાપ્રધાન નેફ્તાલી બેનેટે દેશની સુરક્ષામાં આ ટેકનિક ઉમેરવાની જાહેરાત કરી છે.જેમાં તેમણે કહ્યુ છે કે ઈઝરાયેલને ચારેય તરફથી લેસરની દીવાલથી સુરક્ષિત કરવામાં આવશે.જેથી દુશ્મનોની મિસાઈલને હવામાં જ ધ્વસ્ત કરી શકાશે.ઈઝરાયેલે આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરી છે,જ્યારે વિશ્વભરમાં ભવિષ્યમાં ડ્રોન યુદ્ધની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.ઈઝરાયેલ ઝડપથી લેસર ટેકનિક ગોઠવવા જઈ રહ્યું છે,જેથી દેશને રોકેટ હુમલાથી બચાવી શકાય.આ સિવાય તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી એક વર્ષની અંદર દેશના દક્ષિણ હિસ્સામાં આ લેસરની દિવાલ બનાવીને ઊભી કરવામાં આવશે.ઈઝરાયેલી વડાપ્રધાને એમ પણ માન્યુ હતું કે આયર્ન ડોમ સિસ્ટમ ખૂબ ખર્ચાળ છે. ઈઝરાયેલની લેસર દીવાલને લઈને હજુ ખૂબ ઓછી માહિતી સામે આવી છે.પરંતુ માનવામાં આવી રહ્યું છે કે લેસર દીવાલને જમીન,હવા અને સમુદ્રમાં ગોઠવી શકાશે.ઈઝરાયેલે ગત વર્ષે જૂન મહિનામાં એરબોર્ન લેસર ગનની મદદથી કરેલા ટેસ્ટમાં ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતું.ઈઝરાયેલે શાનદાર સિદ્ધિને સીમાચિહ્ન સમાન ગણાવી હતી.આ ઘાતક ઈઝરાયેલી સિસ્ટમ કોઈપણ હવામાં ઉડતી વસ્તુ જેમકે ડ્રોન,મોર્ટાર,રોકેટ,મિસાઈલને હવામાં ધ્વસ્ત કરવામાં સક્ષમ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved